Poem-જે છે તે માણો.

 જે છે તે છે અને નથી તે નથી!

નથી જે, તેમાં શીદને કરો પસ્તાવો?

મળી છે જે પળ-પળ, મોજે માણો,

જગ્યા નિજની કરવા,ન કોઈને ધક્કા મારો!

જે છે તે માણો,નથી તે વિસરાવો.


ટાણે-ટાણું નિભાવો,

ભોગવો જીવનનો લ્હાવો,

કળી તરીકે જ ખરી ન પડતાં,

ફૂલ બની, ફોરમ પ્રસરાવો,

જે છે તે માણો,નથી તે વિસરાવો.


કંઈપણ આપી,નિજાનંદ ખરીદો!

મળ્યું છે જે, તે ઇશ્વરકૃપા માનો,

સંતાપના તાપ ત્યજી,સંતોષને સજાવો,

લહેરભર્યા મોજાં બની સાગરે આળોટો,

જે છે તે માણો,નથી તે વિસરાવો.


સ્વાર્થતણી સગડીમાં, બહુ ફૂંક મારી!

પામ્યા ધૂમાડો,આંખ બળી તે અલગ!

પ્રગટાવી વાટ પરમારથની ,

ફેલાવી પરકાશ,વાટ ઉજળી બનાવો.

જે છે તે માણો,નથી તે વિસરાવો.

---દિપક બુચ-"નૈનં",અમદાવાદ.




Comments

Popular posts from this blog

આધ્યાત્મિક