Posts

Poem-જે છે તે માણો.

 જે છે તે છે અને નથી તે નથી! નથી જે, તેમાં શીદને કરો પસ્તાવો? મળી છે જે પળ-પળ, મોજે માણો, જગ્યા નિજની કરવા,ન કોઈને ધક્કા મારો! જે છે તે માણો,નથી તે વિસરાવો. ટાણે-ટાણું નિભાવો, ભોગવો જીવનનો લ્હાવો, કળી તરીકે જ ખરી ન પડતાં, ફૂલ બની, ફોરમ પ્રસરાવો, જે છે તે માણો,નથી તે વિસરાવો. કંઈપણ આપી,નિજાનંદ ખરીદો! મળ્યું છે જે, તે ઇશ્વરકૃપા માનો, સંતાપના તાપ ત્યજી,સંતોષને સજાવો, લહેરભર્યા મોજાં બની સાગરે આળોટો, જે છે તે માણો,નથી તે વિસરાવો. સ્વાર્થતણી સગડીમાં, બહુ ફૂંક મારી! પામ્યા ધૂમાડો,આંખ બળી તે અલગ! પ્રગટાવી વાટ પરમારથની , ફેલાવી પરકાશ,વાટ ઉજળી બનાવો. જે છે તે માણો,નથી તે વિસરાવો. ---દિપક બુચ-"નૈનં",અમદાવાદ.

આધ્યાત્મિક

 મન અને મનની શાંતિ. ------------------------------------------------------- એક સાધકે તેના ગુરુને કહ્યું કે મને ભૂત સાધી આપો જેથી હું મારા બધા કામ તેની પાસે કરાવું.ગુરુ એ ભૂત સાધીને,સાધકને હવાલે કર્યું. સાધક તેને લઈ પોતાને સ્થાને ગયો.ભૂતને જે કામ સોંપે તે ફટાફટ કરી દે ને સાધકને કહે: 'લાવ બીજું કામ નહીંતર હું તને પછાડીને ઉપર બેસી જઈશ!'  સાધક સતત તો કેટલાં કામ સોંપે?,ગભરાયો ને દોડ્યો ગુરુ પાસે અને પરિસ્થિતિ જણાવી. સાધુએ એક મોટો વાંસ આપ્યો ને કહે: 'જા આ તારી જગ્યામાં ખોડી દે અને ભૂતને કહે જયાં સુધી હું બીજું કોઈ કામ ન સોપું ત્યાં સુધી આ વાંસ પર ચડ ઉતર કર.' આ ભૂત એટલે આપણાં પર 'ચડી' બેઠેલું મન!  ચંચળતા એ જ મનની જીવંતતા છે.મન ને વશ કર્યું,તો તમે 'જીત્યા' ને 'જીવ્યા'!,અને તમે તેના 'વશ' માં થયા તો તમે 'હાર્યા' ને 'મર્યા' ! આથી,કોઈ કામ ન કરતાં હોઈએ ત્યારે,મનને વાંસ એટલે જે પ્રિય હોય તે પ્રભુનું નામ અને તેમાં ચડ ઉતર એટલે પ્રભુના નામના રટણ! માં વ્યસ્ત રાખવું જોઈએ.આથી,આદ્યત્મિક બળ વધે છે. આપણો આત્મા,ઈશ્વરનો અવિનાશી અંશ છે. પણ આત્માએ...

Mauj me raho!

 Starting a new journey...